મહુવામાં રહેતા નિવૃત્ત એસટી ડ્રાઇવર ઉપર બે શખ્સે છરી અને ધોકા વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવાના સાવરકુંડલા રોડ પર રહેતા નિવૃત્ત એસટી ડ્રાઇવર અને હાલ બકાલાનો વ્યવસાય કરતા રજાકભાઈ કરીમભાઈ મોરખની બકાલાની દુકાન પાસે મહુવાના ભીખાભાઈ ગોવિંદભાઈ ચૌહાણ અને મનુભાઈ ગોવિંદભાઈ ચૌહાણની કપડા અને કટલેરીની લારી હોય, આ બંનેને પોતાની બકાલાની દુકાન હોય તે ગમતી વાત ન હોય જેની દાઝ રાખી બંને ઈસમોએ રજાકભાઈને ગાળો આપી છરી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે રજાકભાઈએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.