ગારીયાધાર તાલુકાના લુવારા ગામમાં કાર્ડ ઉપરના અલગ અલગ ચિત્રો પર પૈસા લગાડી હાર જીતનો ફુદડી જુગાર રમતા ત્રણ શખ્સને ગારીયાધાર પોલીસે ઝડપી લીધા હતા જ્યારે પાંચ ઈસમો નાસી ગયા હતા.
આ અંગેની મળતી વિગતો મુજબ ગારીયાધાર પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે લુવારા ગામમાં ખુલ્લી જગ્યામાં કાર્ડ ઉપર દોરેલા અલગ અલગ ચીત્રો ઉપર પૈસા લગાડી હારજીતનો જુગાર રમતા વિજય શંભુભાઈ મેર, નયન ઉર્ફે પ્રદીપ રાજુભાઈ મેર અને મૌલિક ઉર્ફે મોન્ટુ રાજુભાઈ મેરને ગારીયાધાર પોલીસે રોકડા રૂ. ૨,૩૮૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અશ્વિન મનુભાઈ ભેડા, અનિલ બાબુભાઈ મકવાણા, મનસુખ ધીરુભાઈ ભેડા, સંજય ઉર્ફે શંકો નાથાભાઈ મકવાણા અને સંજય મગનભાઈ મકવાણા પોલીસને થાપ આપી નાસી છૂટ્યા હતા.
ગારીયાધાર પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.