ભાવનગર તળાજા હાઇવે પાર આવેલ કોબડી ટોલ નાકા પાસેથી એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ આઇશર સાથે બે શખ્સને ઝડપી લઇ રૂ.૪.૨૮ લાખનો મીંદડાંમાંલ કબજે કર્યો હતો.
એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પી.આર.સરવૈયા પો.સબ ઇન્સ., એલ.સી.બી., ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે, પુનાભાઇ મનાભાઇ મકવાણા તથા બળવંત દામાભાઇ બારૈયા રહે.બંને દકાના તા.તળાજા જી.ભાવનગરવાળા તેઓનાં કબ્જા-ભોગવટાનાં આછા કેસરી કલરનાં માલવાહક આયશર ફોર વ્હીલ વાહન નંબર-ય્ત્ન-૦૪-ઉ ૯૩૫૭માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને કોબડી ટોલનાકા પાસેથી પસાર થઇ તળાજા તરફ જવાના છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી બતાવીવાળા આછા કેસરી કલરનાં માલવાહક આયશર ફોર વ્હીલ વાહન નંબર-ય્ત્ન-૦૪-ઉ ૯૩૫૭ ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂ.૨૭,૩૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.
એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂ, મોબાઈલ, આઇશર વાહન મળી કુલ રૂ.૪,૨૮,૩૦૦નો મુદ્દામાલ હસ્તક કરી બંને સામે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો.