વૈશ્વિક સ્તરે સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા એવી ઈનરવ્હીલ ક્લબ ડીસ્ટ્રિક્ટ ૩૦૬ અંતર્ગત સમાજના વિવિધ સ્તરે પોતાનું પ્રદાન આપી રહી છે. ઈનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં “આર્ત્મનિભર પ્રોજેક્ટ” નામના અનોખા ઉપક્રમ દ્વારા સમાજના દિવ્યાંગ વર્ગ અને જરૂરિયાતમંદ પરિવારની બહેનો માટે અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવેલ.
ગત મહિનામાં શિવ શક્તિ હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ચેરમેન શિપ્રા ચક્રવર્તીજીની હાજરીમાં પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ યોજાયેલો જેમાં એકતા સમીર શાહ એ પ્રમુખ પદ તેમજ ભાવિકાબેન મહેતાએ માનદ સેક્રેટરી તરીકે પદ સંભાળ્યો.
આ સમારંભના ભાગરૂપે દાતાઓના આર્થિક સહયોગથી આર્ત્મનિભર પ્રોજેક્ટ હેઠળ દિવ્યાંગો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને ૪ બેટરી સંચાલિત ટ્રાયસિકલ સહિત ૮ પેડલ ટ્રાયસિકલ, ૨ માયો ઈલેક્ટ્રીક કુત્રિમ હાથ,૩ મિકેનિકલ કૃત્રિમ હાથ, ૮ કુત્રિમ પગની સહાય ઉપરાંત ૧૦ સીવણકામ જાણતી બહેનોને સિલાઈ મશીન આપવામાં આવેલ. નેશનલ કબડ્ડી પ્લેયરને કાર્બન ફાઇબરનો બનેલો કૃત્રિમ પગ આપવામાં આવેલો.