રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘માં’ ભારતીના ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો વિરાંજલિ આજે ગુરૂવારે રાત્રે ૮ કલાકથી યુનિવર્સિટીના પેડક મેદાનમાં યોજાશે. જેમાં સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦થી વધુ કલાકાર કરશે મલ્ટી મીડિયા શો દ્વારા અદભૂત પ્રસ્તુતિ કરશે.
ભાવનગરમાં પ્રથમ વખત યોજાનારા આ પ્રકારના કાર્યક્રમ ‘વતનના વિસરાયેલા વીરોની વાતમાં પશુપાલન વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાની ઉપસ્થિત રહેશે.
બે કલાકની પ્રસ્તુતિ દર્શકોને ઝકડી રાખશે
બે કલાકના આ નાટકમાં ૧૫૦થી વધુ કલાકારો હશે અને લાઈટ, સાઉન્ડની તથા સ્ક્રિનની ઈફેક્ટને કારણે કોઈ દિલધડક પિકચર જાેતા હોય તેવો અનુભવ થશે.
કલાકાર હાસ્યકાર સાંઈરામ દવે વિરાંજલીમાં તિરંગાનું પાત્ર અનોખા અંદાજમાં ભજવવાનાં છે. અનેક જિલ્લાઓમાં સફળ કાર્યક્રમ આપ્યા બાદ ભાવનગર જિલ્લામાં યોજાનાર આ પહેલો એવો સરકારી કાર્યક્રમ હશે કે જેમાં એક પણ સરકારી યોજનાની જાહેરાત નહીં હો. માત્ર રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા માટે આ આયોજન કરાયું છે.