જયપુરમાં બુધવારે રાત્રે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. જયપુરના એક મોટા બિઝનેસમેનના પરિવારને બંધક બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઘરમાં ઘૂસેલા બદમાશોએ પહેલા પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી અને પછી ઘરમાં એન્ટ્રી લીધી. ત્યારબાદ તક જોઈને ઘરમાં જે પણ હતા તેને બંધક બનાવી રોકડ અને દાગીના સહિત કુલ 1.5 કરોડની લૂંટ કરી હતી. આ ઘટના ગલતા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોઇ પોલીસ અને ડીસીપી દેશમુખ પહોંચ્યા અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી.
રાજસ્થાનના જયપુરમાં બદમાશોએ પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી 80 લાખ રૂપિયા રોકડા અને 70 લાખની કિંમતના ઘરેણાં લૂંટી લીધા હતા. રોકડ અને દાગીના સહિત કુલ 1.5 કરોડની લૂંટ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૂરજપોલ અનાજ મંડીની પાછળ રહેતા લોટના વેપારી સત્યનારાયણ તાંબીના ઘરે લૂંટ થઈ હતી. જ્યારે તાંબી સાંજે 7.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે આવકવેરા અધિકારી તરીકે દેખાતા બદમાશો તેમના ઘરમાં ઘૂસી ગયા.
પીડિતા સત્યનારાયણ તાંબીએ જણાવ્યું કે, બદમાશો પહેલા આવકવેરા અધિકારી તરીકે ઘરમાં ઘૂસ્યા, ત્યાર બાદ તેઓ ઘરના તમામ સભ્યોના મોબાઈલ લઈ ગયા. કિશોર બાળકોને ગન પોઈન્ટ પર લઈ ગયા. જ્યારે તે રડવા લાગ્યો ત્યારે અમે બધા શાંત થઈ ગયા. પરિવારની વહુ રિતુએ જણાવ્યું કે, ઘરના તાળા મોટી લાકડીઓ વડે તોડવામાં આવ્યા હતા. તેઓએ અમારી સામે બધું લૂંટી લીધું પણ અમે કંઈ કરી શક્યા નહીં. આ સમગ્ર ઘટના સમયે પરિવારના બે લોકો બહાર હતા. જ્યારે લૂંટારુઓ નાસી છૂટ્યા ત્યારે બંધક પરિવારે બારી પાસે જઈને કોઈ પ્રકારનો અવાજ કર્યો હતો. જે બાદ પાડોશીઓ આવ્યા અને ત્યારબાદ પોલીસ અને પરિવારના અન્ય સભ્યોને જાણ કરવામાં આવી. પોલીસે આખી રાતથી નાકાબંધી કરી છે પરંતુ લૂંટારૂઓનો પત્તો લાગ્યો નથી.
પરિવારને બંધક બનાવી લૂંટ કરાઇ
બદમાશોએ સત્ય નારાયણ તાંબી અને પરિવારના અન્ય સભ્યોને બંધક બનાવીને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. લગભગ પોણો કલાક સુધી લૂંટારાઓએ બંદૂક અને છરી બતાવી પરિવારના સભ્યોને ડરાવ્યા હતા અને સિત્તેર લાખ રોકડા અને પરિવારના દોઢ લાખની લૂંટ ચલાવી હતી. તેઓ એક કિલોથી વધુ સોનાના દાગીના લૂંટીને ભાગી ગયા હતા. લૂંટ કરવા આવેલા બદમાશોએ પહેલા મહિલાઓને છરી અને બંદૂકની અણીએ ધમકી આપી હતી. ત્યારબાદ તાંબી પરિવારની બે મહિલાઓના દાગીના બળજબરીથી ઉતારી લીધા હતા. જ્યારે એક વૃદ્ધ મહિલાના કાનની કોયલ અને તેના ગળામાંની સોનાની ચેઈન પણ બદમાશોએ કાઢી નાખી હતી.