ભાવનગરના સિદસર ગામમાં આવેલ નવાપરા વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સ રમેશ બેચરભાઈ વાઘેલા, સંજય રમેશભાઈ ચૌહાણ, મેહુલ કિશોરભાઈ સોલંકી, અશ્વિન ચોથાભાઈ પરમાર અને વિજય જીતુભાઈ પરમારને વરતેજ પોલીસે ઝડપી લઇ રોકડા રૂ. ૪,૨૧૦ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.