પાલીતાણાના માર્કેટિંગ યાર્ડમાં આવેલ એક દુકાનમાંથી પાલીતાણા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ કરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ પાલિતાણાના દરબારગઢ પાછળ રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં આવેલ ધરતી ટ્રેડિંગ નામની દુકાનમાં મહેતાજી તરીકે કામ કરતા વિવેકગીરી છોટુગીરી ગોસ્વામી શાકભાજીના કેરેટમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી દુકાનમાં રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પાલીતાણા ટાઉન પોલીસે ધરતી ટ્રેડિંગ ગામની દુકાનમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂની નાની મોટી ૫૨ બોટલ કિં. રૂ.૬૧૦૦ કબજે કરી હતી.
પાલીતાણા ટાઉન પોલીસે વિવેકગીરી ગોસ્વામી વિરુદ્ધ પ્રોહીબિશન એકટની કલમ મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.