dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
સુરતમાં G ST સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. કે જેઓનો માસિક પગાર રૂપિયા 1.40 લાખ છે અને હજુ તો તેઓની નિવૃત્તિના 8 વર્ષ બાકી છે. કહેવાય છે કે, તેઓએ GST રિફંડના નાણાં રિલીઝ કરવા લાંચ માંગી હતી. ટેક્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 4 લાખનું રિફંડ ચૂકવવા તેઓએ લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ACBએ છટકું ગોઠવી નાનપુરા GST ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર સુશીલ અગ્રવાલ (52) (રહે, સિટીલાઇટ. મૂળ રહે, રાજસ્થાન) એ ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી. આથી સુપ્રિટેન્ડન્ટે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની માંગણી કરી હતી. બાદમાં લાંચિયાએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી. શક્ય છે કે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે આ જ રીતે બીજા ઘણા લોકો પાસેથી રૂપિયા લીધા હોઇ શકે છે. ACB છેલ્લા 6 મહિનાની રિફંડ રિલીઝ કર્યા હોય તેવી ફાઇલોની તપાસ કરાવે તો કદાચ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. મોડીરાતે એસીબીના સ્ટાફે સુપ્રિટેન્ડન્ટના સિટીલાઇટ ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.




