જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને અફઘાનિસ્તાનમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે રાજધાની કાબુલથી 164 કિમી દૂર હતો. આ સાથે કોલ્હાપુરમાં રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા માપવામાં આવી હતી.
ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર જમ્મુના કટરા વિસ્તારથી 62 કિમી ઉત્તરપૂર્વમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા હતા. કટરા, ડોડા, ઉધમપુર અને કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગુરુવારે જમ્મુ-કાશ્મીર ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોલ્હાપુરમાં બપોરે 2.21 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની જાણ કરી નથી. આ સિવાય અફઘાનિસ્તાનના કાબુલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 2.55 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.