અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4 ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બુધવારે રાત્રે બની હતી. ટેક્સાસના ડલ્લાસમાં એક હોટલમાં જમ્યા બાદ ભારતીય મૂળની ચાર મહિલાઓ પાર્કિંગ તરફ ચાલી રહી હતી. ત્યારે અચાનક મેક્સિકન-અમેરિકન મૂળની એક મહિલા ત્યાં આવી. મહિલાએ ભારતીય મહિલાઓ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો.
અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4 ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મેક્સિકન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ કહ્યું, ‘હું ભારતીયોને નફરત કરું છું. બધા ભારતીયો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે. તેણે ભારતીય મૂળની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું. આરોપી મહિલાએ કહ્યું કે તેનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ તે જ્યાં પણ જાય છે ત્યાં તેને ભારતીયો જ દેખાય છે. ભારતમાં જીવન સારું છે તો તમે લોકો અહીં શા માટે આવો છો?