કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા ગુલાબનબી આઝાદે પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું છે. નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર ગાંધી પરિવાર સામે એક નારાજ નેતાઓનું જૂથ ચાલી રહ્યું છે જેને G-23 જૂથ કહેવામાં આવી રહ્યું હતું. આ જૂથમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા નેતાઓ સામેલ હતા અને તેમાંય ગુલામ નબી આઝાદ આ બધા નેતાઓના લીડર માનવામાં આવતા હતા.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર અધ્યક્ષ પદને લઈને ચૂંટણીને લઈને ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે અને હાલમાં જ ગાંધી પરિવાર સિવાય અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવાને લઈને ચર્ચાઓ તેજ બની છે ત્યારે આ ચૂંટણી પહેલા જ આઝાદના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
માનવામાં આવે છે કે, ગુલામ નબી આઝાદ ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલ્યું છે