Saturday, May 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન બાદ હવે ક્યુબા ઉપર કબજો કરવાની ટ્રમ્પની વધુ એક વખત જાહેરાત

અમેરિકન યુદ્ધ જહાજની માત્ર હાજરી જોઈને જ ક્યુબાના લોકો આત્મસમર્પણ કરવા માટે મજબૂર થઈ જશે તેવો દાવો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-05-02 11:39:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફ્લોરિડાના પામ બીચ પર આયોજિત ‘ફોરમ ક્લબ’ના એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય

રાજકારણમાં ખળભળાટ મચાવતા કહ્યું કે, અમેરિકા બહુ જલ્દી ક્યુબા પર ‘કબ્જો’ કરવા જઈ રહ્યું છે.

ભૂતપૂર્વ પ્રતિનિધિ ડેન માઈકાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે રમુજી પણ ગંભીર સૂરમાં જણાવ્યું હતું કે, ક્યુબા

એક એવી જગ્યા છે જેને અમે લગભગ તાત્કાલિક અમારા કબજામાં લેવા જઈ રહ્યા છીએ.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાની વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતા સ્વીકાર્યું છે કે ત્યાં અત્યારે

ઘણી ગંભીર સમસ્યાઓ અને મુશ્કેલીઓ ચાલી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ એકસાથે

અનેક મોરચે કે લડાઈમાં જોડાવા માંગતા નથી. સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, ક્યુબામાં ભલે

મુશ્કેલીઓ હોય, પરંતુ તેઓ અત્યારે જે કામ હાથ પર છે તેને પહેલા પૂરું કરવા પર ધ્યાન આપી રહ્યા

છે, કારણ કે તેમને અધૂરા કામ છોડવાને બદલે તેને પૂર્ણ કરવા પસંદ છે. ટ્રમ્પના આ નિવેદનથી એવો

સંકેત મળે છે કે તેઓ હાલ ક્યુબા પહેલા અન્ય કોઈ મોટા અને મહત્ત્વના મિશન અથવા લક્ષ્ય પર

ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાલ્પનિક સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અમેરિકા તેની સૈન્ય

તાકાતના જોરે કોઈપણ મોટા યુદ્ધ વગર ક્યુબાને નમાવી શકે છે. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકા ઈરાનથી

પરત ફરી રહ્યું હશે, ત્યારે તેમની પાસે દુનિયાનું સૌથી મોટું વિમાનવાહક જહાજ ‘યુએસએસ અબ્રાહમ

લિંકન’ હશે, જેને તેઓ ક્યુબાના દરિયાકિનારાથી માત્ર 100 યાર્ડ દૂર લાવીને ઊભું રાખી દેશે. ટ્રમ્પના

મતે, આ શક્તિશાળી અમેરિકન યુદ્ધ જહાજની માત્ર હાજરી જોઈને જ ક્યુબાના લોકો આત્મસમર્પણ કરવા

માટે મજબૂર થઈ જશે.
આ નિવેદનની સાથે જ ટ્રમ્પ વહીવટીતંત્રે ક્યુબા પર દબાણ વધારવાની શરૂઆત પણ કરી દીધી છે.

શુક્રવાર, 1 મે 2026ના રોજ ટ્રમ્પે ક્યુબા વિરુદ્ધ નવા પ્રતિબંધોનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધોમાં

કમ્યુનિસ્ટ શાસિત ક્યુબાના અનેક લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે, સાથે જ તેમની સાથે વ્યવહાર

કરનાર વિદેશી બેન્કોને પણ ચેતવણી આપવામાં આવી છે. ટ્રમ્પનું આ નિવેદન માત્ર મજાક છે કે

ભવિષ્યની કોઈ વ્યૂહનીતિનો હિસ્સો, તે અંગે અત્યારે રાજકીય જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

Tags: qubatrumpUSA
Previous Post

ઈરાન પરમાણુ હથિયારનો ઉપયોગ વિનાશ માટે કરવાનું હતું : ટ્રમ્પ

Next Post

અમેરિકાએ હવે યુરોપિયન વાહનો ઉપર ૨૫ ટકા ટેક્સ ઝીંક્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

May 2, 2026
Next Post
અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપીશું ; યુરોપિયન યુનિયનની ટેરિફ વોર મામલે ટ્રમ્પને ખુલ્લી ચેતવણી

અમેરિકાએ હવે યુરોપિયન વાહનો ઉપર ૨૫ ટકા ટેક્સ ઝીંક્યો

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.