આગામી તા.૩૧ને બુધવારથી વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના મહામારીના કારણે બે વર્ષના વિરામ બાદ ફરીથી શહેર અને જિલ્લામાં ગણેશોત્સવના આયોજનો થનાર હોય શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનો કરવામાં આવનાર છે. જેના પંડાલ ઉભા કરવા સહિત શણગારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના ઘોઘાસર્કલ, પાનવાડી ચોક, રૂપાણી, વડવા, કણબીવાડ સહિત અનેક વિસ્તારોમાં ગણેશોત્સવના વિશાળ આયોજનો થનાર છે જેની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.