ભાવનગર જિલ્લા મહિલા મોરચા ના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા સોશિયલ મીડિયા મારફત જિલ્લા પ્રમુખ મુકેશ લંગાયાના ત્રાસથી કંટાળી ગાંધીનગર સચિવાલય ખાતે ઝેર પી આત્મવિલોપન કરવાની ચીમકી અપાયા બાદ રાતથી પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે ગીતાબેન કોતરે તેના સિહોર સ્થિત નિવાસ સ્થાને પત્રકાર પરિષદ યોજી હતી અને પ્રમુખના રાજીનામાની વાતને વળગી રહેવા સાથે અનેક આક્ષેપ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ત્રણ પાનાના મુકેશ લંગાળીયા બિરુદ્ધના વાયરલ થયેલા લેટર નો આક્ષેપ મારા પર કરવામાં આવેલ અને ત્યારબાદ મને સતત ટોર્ચર કરાતા આખરે મેં જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધેલ ત્યારબાદ મેં પ્રદેશ કક્ષા સુધી નું નિર્દોષ હોવાનું અને મેં લેટર નહીં લખ્યા હોવાનું જણાવેલ પરંતુ મને ન્યાય નહીં મળતા આખરે મારે આત્મવિલોપન કરવાની જિંદગી આપવાની ફરજ પડી હોવાનું પત્રકાર પરિષદમાં ગીતાબેન કોતરે જણાવ્યું હતું. પ્રમુખ દ્વારા મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે જાે તેમને પ્રમુખ પદેથી નહીં હટાવાય તો મહિલાઓને પીસાવું પડશે તેમ જણાવેલ.
વધુમાં તેમણે જણાવેલ કે જાે પ્રમુખ મુકેશ લંગાળીયા વિરુદ્ધ નો પત્ર મેં વાયરલ કર્યો હોય તો મારી સામે પોલીસ ફરિયાદ કેમ નથી કરતા તેમ જણાવેલ અને કહેલ છે તેમના કરતુંતો જિલ્લા ભરના તમામ પદાધિકારીઓ જાણે છે પરંતુ કોઈ બોલવા આગળ આવતું નથી. તેમના ચારિત્ર ઉપર પણ આક્ષેપ કર્યા હતા આ અંગે જાે તેમને ન્યાય નહીં મળે તો તેઓ છેલ્લે સુધી લડી લેશે તેમ વધુમાં જણાવેલ.