કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ કરાટે-ડો ઇન્ડિયા દ્વારા ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજન રવિવારે સેન્ટ મેરી સ્કૂલ, ભાવનગર ખાતે કરવામાં આવેલ તેમાં ભાવનગર જિલ્લા તેમજ બોટાદ, રાજકોટ, અમરેલી, અમદાવાદ જિલ્લાના ૪૦૦ જેટલા કરાટે વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ ભાગ લીધેલ. આ ચેમ્પિયનશીપમાં વિજેતાઓને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
આ ટૂર્નામેન્ટમાં ભાવનગરની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ તેમજ અલગ અલગ સ્કૂલોના પ્રિન્સીપાલ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ૪ંર ડીગ્રી બ્લેક બેલ્ટ ઇન્ડિયાના ચીફ ઇન્સ્ટ્રક્ટર સેન્સઇ પ્રદીપભાઇ પારેખ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટરોએ જહેમત ઉઠાવેલ.