ભાવનગર જિલ્લામાં રવિવારે ખાસ મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત વિવિધ કેન્દ્રો ખાતે મતદારોની નોંધણી કરવામાં આવી હતી.
જિલ્લામાં રવિવારે ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ- ૩૪,૪૪૯ લોકોની નોંધણી થઈ હતી.૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં ૭,૧૪૧ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે. ૨૦ થી ૨૯ વર્ષના વય જૂથમાં કુલ ૫,૩૪૭ લોકોની નોંધણી થઈ છે.અત્યાર સુધી જિલ્લામાં કુલ-૯૯,૩૮૯ લોકોની નોંધણી થઈ છે.
હજુ મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ રહેશે. નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, ુુુ.હદૃજॅ.ૈહ, ॅુડ્ઢ મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે.
આગામી ૪ અને ૧૧ સપ્ટેમ્બરે ખાસ ઝુંબેશ
જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે. વધુમાં આગામી તા.૪ સપ્ટેમ્બર,૨૦૨૨ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે.
કલેકટર નિરગુડેએ ભાવનગર, ઘોઘા અને તળાજા કેન્દ્રની મુલાકાત ઉત્સાહ વધાર્યો
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ રવિવારે ભાવનગર, ઘોઘા અને તળાજા કેન્દ્રની મુલાકાત લઈને મતદાર નોંધણી અધિકારીઓ- કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સાથે યુવા મતદારોને વધુમાં વધુ મતદાર નોંધણી માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ કર્યો હતો.