ભાવનગર મહાપાલિકા હસ્તકના ગંગાજળિયા તળાવમાં આવેલા પે-પાર્કિંગના ત્રીજા માળે ગૌવંશ ચડી ગયેલ અને ત્યાંથી પટકાતા લોહીયાળ ઇજા સાથે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી. મહાપાલિકા હસ્તકનું આ પે-પાર્કિંગ રેઢુ પડ હોય તેમ ગૌવંશ ત્રીજા માળ સુધી ચડી ગયું અને ત્યાંથી પટકાયું ત્યાં સુધી કોઇએ દરકાર ન કરી. માનવીય બેદરકારીના કારણે એક ગૌવંશનું કમકમાટીભર્યું મોત નિપજતા જીવદયાપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.