સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવનાર ગૌવંશના રોગચાળા લમ્પી વાયરસે ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ ઉમરાળા તાલુકાથી પગપેસારો કર્યો હતો. હાલ જિલ્લાના દરેક તાલુકાઓ લમ્પીના લપેટમાં છે. ભાવનગર જિલ્લાના ૬૮૦ ગામોમાંથી ૪૭૬ ગામોના પશુમાં લમ્પી વાયરસે દેખા દીધી છે અને કુલ ૫,૮૫૭ પશુઓ તેની ઝપેટમાં આવ્યા છે તે પૈકી ૪૨૧ પશુઓના મોત થયા છે. જાે કે, આ સત્તાવાર આંક છે. જ્યારે બિનસત્તાવાર આંક મુજબ હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં લમ્પી વાયરસને આગળ વધતો અટકાવવા ૧૦૦ ટકા રસીકરણ થયાનો તંત્રનો દાવો છે પરંતુ દિનપ્રતિદિન પશુઓ લમ્પીની લપેટમાં આવતા રહે છે.
ફેક્ટ ફાઇલ
૫,૮૫૭ લમ્પીથી અસરગ્રસ્ત પશુઓ
૩,૫૨૫ પશુઓ રિકવર
૧૯૧૧ લમ્પીના એક્ટિવ કેસ
૪૨૧ પશુઓના મોત
૨.૩૯ લાખ પશુઓનું રસીકરણ
૪૭૬ ગામોમાં લમ્પી ફેલાયો