બનાસકાંઠાના માલગઢ ગામમાં પ્રેમના નામે થયેલા અધર્મના કિસ્સામાંપોલીસની કેદમાં ઉભેલા બન્ને લોકો પર આરોપ છે કે તેનો પ્રેમના નામે થયેલા ધર્મ પરિવર્તનના ષડયંત્રમાં ભાગીદાર હતા.
ડિસાની રસાણી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને વિર્ધમી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી.. ત્યાર બાદ આરોપી યુવક એજાજે સૌથી પહેલા યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું, અને ત્યાર બાદ યુવતીની માતા અને ભાઈને પણ ધર્મ પરિવર્તન માટે મજબૂર કર્યા. આટલું જ નહીં, કેટલાક સમયથી યુવતી તેનો ભાઈ અને માતા, આમ ત્રણેય લોકો પિતાથી અલગ રહેવા લાગ્યા હોવાનો પણ આરોપ છે.
આ તમામ પ્રકરણમાં જ્યારે યુવતીના પિતાએ પોતાના જ પરિવારના 3 લોકો સાથે રહેવા માટે અપીલ કરી, તો એજાજે બદલામાં 25 લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ છે. આટલું જ નહીં, યુવતીના પિતાને પણ ધર્મપરિવર્તન માટે દબાણ કરાતું હોવાનું પોલીસ ફરિયાદમાં લખાયું છે. આમ, ખંડણી અને ધર્મ પરિવર્તનના દબાણથી કંટાળીને યુવતીના પિતાએ ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કર્યો.
ધર્મ પરિવર્તનની ગંભીર ઘટનાને લઈને જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપ્યા હતા, એટલે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચમાંથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.હવે પોલીસ આ કેસમાં આરોપીને કોણ કોણ મદદ કરતું હતું, કોની શું ભૂમિકા હતી, તે દિશામાં તપાસમાં લાગી છે.