ગ્રામીણ અર્થવ્યવસ્થાના અગ્રણી નિષ્ણાત અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય પ્રોફેસર અભિજિત સેનનું લાંબી માંદગી બાદ સોમવારે રાત્રે નિધન થયું હતું. તેઓની ઉંમર 72 વર્ષ હતી. આ દુઃખદ સમાચાર તેઓના ભાઈએ આપ્યા હતા. ચાર દાયકાથી વધુની તેમની શૈક્ષણિક કારકિર્દીમાં તેમણે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અધ્યાપન કર્યું છે.
અભિજિત સેન 1985માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભણાવતા હતા, જ્યાં તેઓ આર્થિક અભ્યાસ શીખવતા હતા. ત્યારબાદ તેમણે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને એસેક્સમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. આ ઉપરાંત તેઓ 2004-2014 સુધી આયોજન પંચના સભ્ય અને 1997-2000 કૃષિ ખર્ચ અને કિંમતો પરના કમિશનના અધ્યક્ષ હતા.