પાટણ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સોમવારે મોડી રાત્રે રાધનપુરથી ચોટીલા જવા નીકળેલા ચાર જેટલા પદયાત્રીઓ શંખેશ્વર નજીક પંચાસર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન પાછળથી આવી રહેલ એક કારના ચાલકે કાબુ ગુમાવતા પદયાત્રીઓને હડફેટે લીધા હતા. જે બાદમાં કાર ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. આ તરફ ગંભીર ઇજાઓને કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી રાત્રે રાધનપુરથી ચોટીલા જવા નીકળેલા ચાર જેટલા પદયાત્રીઓ શંખેશ્વર નજીક પંચાસર ગામ અકસ્માત નડ્યો હતો. જેમ એક બેફામ બનેલા કારચાલકે પ્રથમ પદયાત્રીઓ અને બાદમાં એક રિક્ષાને અડફેટે લીધા હતા. જેમાં અત્યાર સુધી પદયાત્રી તેમજ રિક્ષામાં બેઠેલા બાળક મળી 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.
બેફામ બનેલી કારે પહેલા પદયાત્રીઓને અડફેટે લીધા બાદ રોકાવવના બદલે પુર ઝડપે ગાડી હંકારી હતી. આગળ 200 મીટર દૂર જતા જ પસાર થઈ રહેલ અન્ય એક રિક્ષાને ધડાકાભેર ટકરાઈ ગાડી પલટી મારી ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. જેમાં 4 પદયાત્રીઓ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ સાથે રિક્ષાને ટક્કર વાગતાં પલટી મારતાં મુસાફર પૈકી અંદાજે દશ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે અત્યાર સુધી રિક્ષા ચાલક તેમજ અન્ય ત્રણ પદયાત્રીઓ મળી 4 લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.