સુરતના સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા મામલે મેહુલ બોઘરા પર કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટે સ્ટે મૂક્યો છે. હાઇકોર્ટે સરથાણા પોલીસ પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગ્યો છે. મહત્વનું છે કે, મેહુલ બોઘરા સામે ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આથી આ મામલે હાઇકોર્ટે નોંધ્યું છે કે, ‘મેહુલ પર થયેલી ફરિયાદ ખોટી છે. આ મામલે 13 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.’
સુરતમાં તારીખ 18 ઓગસ્ટના રોજ સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર TRBનો હપ્તાખોરીનો લાઇવ વીડિયો બનાવતી વખતે TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો.