ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફુડ એન્ડ ડેરી ટાસ્કફોર્સ ૨૦૨૨-૨૩માં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના કમિટી મેમ્બર બૈજુ મહેતાની નિમણૂંક કરવામાં આવી છે, સતત ૬ ટર્મથી તેઓની નિમણૂંક આ ટાસ્કફોર્સમાં થઇ રહી છે, જે એક નોંધનીય બાબત છે. આ ક્ષેત્રના તેમના અનુભવ અને નિપુણતાનું યોગદાન તેઓ સતત ફુડ ઇન્ડસ્ટ્રીઝમાં આપી રહ્યા છે.
હ્લજીજીછૈં, પેકેજીંગ એન્ડ લેબલિંગ, વેઇટ એન્ડ મેઝરમેન્ટ, જીએસટી વિગેરેના ઘણા જટિલ કાયદાઓ છતાં ઇન્ડિયામાં દર વર્ષે ૧૧ ટકાના દરે ફુડ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રૌથ થઇ રહ્યો છે. જે ગ્લોબલ ગ્રોથ ૫ ટકા કરતા બમણો છે. ભારત એક ખેતીપ્રધાન દેશ છે વળી પોપ્યુલેશન, ઇન્કમ રાઇઝ, શહેરીકરણ, વર્કીગવુમન વગેરે અસંખ્ય કારણોને લીધે હજુ પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબ જ ગ્રોથનો અવકાશ રહેલ છે તેમ બૈજુ મહેતાએ જણાવેલ. તેઓ ભાવનગરના દાસ પેંડાવાળા પરિવારના સભ્ય છે.