ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત આગામી તા .૩ અને ૪ ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે . અને બે દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આગામી તા . તા .૩ ને શનિવારે ભાવનગર આવશે . જેમાં બપોરે ૩ઃ૩૦ કલાકે બાઇક રેલી તથા રોડ શો , સાંજે ૪ઃ૩૦ કલાકે જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન અને સાંજે ૬ કલાકે ઝવેરચંદ ઓડીટોરિયમ ખાતે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે . જ્યારે તા .૪ ને રવિવારે સવારે ૯ઃ૩૦ કલાકે મ્છઁજી મંદિર ભાવનગર ખાતે સાધુ – સંતો , ધાર્મિક સંસ્થાઓ , સાહિત્યકારો , કલાકારો સાથે બેઠક યોજશે . સવારે ૧૧ કલાકે લાભાર્થીઓ અને મહિલાઓ સાથે ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે સંવાદ અને બપોરે ૧૨ઃ૩૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સહકારી આગેવાનો , સરપંચો , ખેડૂત આગેવાનો , સામાજિક આગેવાનો સાથે બેઠક તેમજ બપોરે ૩ઃ૩૦ કલાકે અટલ ઓડિટોરિયમ ખાતે શિક્ષકો , નિવૃત અધિકારીઓ , કર્મચારીઓ , વકીલો , ડૉકટરો , ઉદ્યોગપતિઓ , સી.એ.સાથે બેઠકનું આયોજન કરાયું છે . જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ વિગતો આપતા ઉમેર્યું હતું કે, બે દિવસમાં કુલ ૪૫ હજાર કાર્યકરો અને લોકોની સાથે પ્રદેશ પ્રમુખ સંવાદ કરશે.