Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દુનિયાનાં ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા અદાણી

137.4 અબજ ડોલર સંપતિ: આ લેવલે પહોંચનાર પ્રથમ એશિયન

aaspassdaily by aaspassdaily
2022-08-30 11:06:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના તેમજ એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. ગૌતમ અદાણીએ નેટવર્થના મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મહત્વનું છે કે, અદાણી આવું કરનાર પ્રથમ એશિયન બિઝનેસમેન છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીએ હવે લૂઈસ વિટનના સીઈઓ અને ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ઈન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ હાલમાં વધીને $137.4 બિલિયન થઈ ગઈ છે. હવે અદાણી ગ્રુપના ચેરમેનથી આગળ માત્ર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ જ આગળ છે. મસ્કની નેટવર્થ હાલમાં $251 બિલિયન છે, જ્યારે બેઝોસ હાલમાં $153 બિલિયનની નેટવર્થ ધરાવે છે.
અદાણીની નેટવર્થ તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી ટોપ-10 અમીર લોકોની યાદીમાં એકમાત્ર વ્યક્તિ છે જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાનઅદાણીની નેટવર્થમાં $1.2 બિલિયનનો વધારો થયો છે. આ વર્ષ વિશે વાત કરીએ તો અદાણી માટે તે ખૂબ જ લકી સાબિત થયું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં $60.9 બિલિયનનો વધારો થયો છે.
આ સાથે મહત્વનું છે કે, વર્ષ 2022 અદાણી માટે શાનદાર સાબિત થયું છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં જે ઝડપે વધારો થયો છે, અન્ય કોઈ અબજોપતિ તેમની નજીક પણ ટકી શકે તેમ નથી. આ વર્ષે તેની નેટવર્થ $60 બિલિયનથી વધુ વધી છે, જે બાકીના કરતાં ઓછામાં ઓછી 5 ગણી વધારે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાનો ખિતાબ જીત્યો હતો. અદાણીની નેટવર્થ આ વર્ષે એપ્રિલમાં પ્રથમ વખત $100 બિલિયનને વટાવી ગઈ હતી.

આ મોટી ડીલ છે અદાણી પાસે
અગાઉ મે મહિનામાં ગૌતમ અદાણીની કંપનીએ હોલ્સિમનો ભારતીય સિમેન્ટ બિઝનેસ ખરીદવાની જાહેરાત કરી હતી. આ સોદો $10.5 બિલિયનમાં થયો હતો. આ સોદા સાથે અદાણી ગ્રૂપ ભારતીય સિમેન્ટ માર્કેટમાં પળવારમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. અદાણીની કંપની અદાણી પાવરે આ મહિને થર્મલ પાવર પ્લાન્ટ ઓપરેટર ડીબી પાવરને રૂ. 7,017 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપે જુલાઈમાં ઈઝરાયેલમાં પોર્ટ ચલાવવા માટે લીઝ મેળવી હતી. આ સાથે કંપનીએ આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં રોડ ટોલ બિઝનેસ મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રૂ. 3,110 કરોડમાં ખરીદ્યો છે.

Tags: gautam adaniindiaworld no.3 networth
Previous Post

ગુજરાતમાં 7 લાખ યુવાનો ડ્રગ્સના એડિક્ટ : સર્વેમાં કરાયો દાવો

Next Post

મેહુલ બોઘરાને હાઇકોર્ટથી મળી રાહત

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
મેહુલ બોઘરાના સમર્થનમાં આવતી કાલે સુરતના વકીલોની રેલી

મેહુલ બોઘરાને હાઇકોર્ટથી મળી રાહત

સરકારી યોજનામાં લાભાર્થી છેતરાયા : હાઉસિંગ બોર્ડે પૈસા ઉઘરાવી લીધા, ગરીબોને ઘરનું ઘર મળ્યું નહિ અને હપ્તા શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.