dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના કિશ્તવાડ જિલ્લાના ચટરુમાં થઈ હતી જ્યાં એક કાર ખાડીમાં પડી હતી. ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ત્રણ ઘાયલોને ગંભીર હાલતમાં પીએચસી ચટરુમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્તિ કર્યું છે. કિશ્તવાડ જિલ્લામાં ચિંગમથી ચટરુ તરફ મુસાફરોને લઈ જતી એક એસયુવી બોંડા ગામ નજીક બપોરે 3.15 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. વાહન પહાડી રોડ પરથી ખાડીમાં પડતાં જ પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્થાનિક ગ્રામજનો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કિશ્તવાડના ડીસી દેવાંશ યાદવે જણાવ્યું કે, નાની બાળકી સહિત 8 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. મેડિકલ ટીમ ઘાયલોની સારવાર કરી રહી છે. અમે જરૂરી વળતર આપીશું. વિગતો મુજબ અત્યાર સુધી પાંચ લોકો ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને અન્ય ત્રણ લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. વધુ ત્રણ ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શફકત ભટ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કિશ્તવાડમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું. મારા સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય. આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, PMNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.


