દેશભરમાં આજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. PM એ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે.’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, “ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.” તે ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ માનવામાં આવે છે.