ભાવનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં પર્યુષણ મહાપર્વની ઉમંગભેર ઉજવણી ચાલી રહી છે, પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન તપ, જપ, વ્રત અને ધર્મ આરાધનાની હેલી જાેવા મળી હતી, આજે પર્યુષણનો અંતિમ દિવસ છે. આજે સાંજે ઉપાશ્રયોમાં પૂ.ગુરુ ભગવંતોની નિશ્રામાં સંવત્સરી પ્રતિક્રમણ થશે અને ક્ષમાપનાના આ મહાપર્વે હૃદયપૂર્વક ‘મિચ્છામી દુક્કડમ્’ પાઠવાશે.
પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે સંવત્સરી. સંવત્સરી નિમિત્તે બારસા સૂત્રનું વાંચન કરવામાં આવે છે. સંવત્સરી દરમિયાન આરાધકો લગભગ ૩ કલાકનું પ્રતિક્રમણ કરે છે, જેમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં આવે છે. સંવત્સરીના બીજા દિવસે પાંચમના દિવસે તપસ્વીઓના પારણા થશે.જૈન ધર્મ કહે છે, સંવત્સરી ક્ષમાના અમૃત ઘુંટનો દિવસ છે. પ્રેમ અને વ્હાલના જેટલા ઘૂંટડા લઇ શકાય તેટલા લઇ લેવા જાેઇએ. આજે સર્વ જીવોને ખમાવી દો. વૈરીનેય ભેટી પડો, વાત્સલ્યના અમીઝરણાં કરો. કષાયની આગ ક્ષમાના શિતલ જળથી ઓલવી દો. ક્ષમાપના પર્વના દિવસે જૂના ક્રોધના કાંટાઓને દૂર કરો. ક્ષમાની કામધેનુ આત્માના ખેતરમાં ઉભી કરી દો. આ મહાપર્વના દિવસે સંકલ્પ લઇએ કે-કોઇ ક્રોધ કરશે તો હું ક્ષમા રાખીશ, છતાં ક્રોધ થશે તો ક્ષમા માગીશ, કોઇ ક્ષમા માગશે તો હું તેને ક્ષમા કરીશ. ‘ પ્રતિક્રમણ કરવું પડયું હતું.