ભાવનગરના આનંદ નગર અને બોર તળાવ વિસ્તારમાં જુગાર રમતા ૧૧ શખ્સને પોલીસે ઝડપી લઇ રૂપિયા ૧૯ હજાર રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.ભાવનગરના આનંદનગર, નવી એલઆઈજી, છેલ્લા બસ સ્ટેન્ડ નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા વિનોદ છતરુભાઈ યાદવ, શિવશંકર ઇશ્વરભાઇ યાદવ, વિજય નાગેશ્વર રવિદાસ, અમિત સુખદેવભાઈ ઉરાવ અને રોહિત કમલકિશોર પોદારને એલસીબીએ ઝડપી લઇ રૂ. ૩,૯૦૦ રોકડા કબજે કરી તમામ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગરના બોરતળાવ, મફતનગર, ખોડિયાર ચોકમાં આવેલ ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમતા મહેન્દ્ર જેન્તીભાઈ રાઠોડ, રોહિત જલારામભાઈ દુધરેજીયા, અલ્પેશ બચુભાઈ રાઠોડ, હાર્દિક રાજુભાઈ રાઠોડ, ભરત ધીરુભાઈ ડાંગર અને રાજુ માધુભાઈ મકવાણાને બોરતળાવ પોલીસે રૂ. ૧૫,૧૯૯ રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.