ઉમરાળાના રંધોળા ગામના ઇસમને પોલીસે ૩૫૦ લીટર લાઈટ ડીઝલ ઓઇલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.
ઉમરાળા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રંધોળા ચોકડી નજીક આવેલ વૃંદાવન હોટલના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં દરોડો પાડી બંધ બોડીના પિકઅપ વાહનમાં પ્લાસ્ટિકના ટાકામાં રાખેલ ૩૫૦ લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપી લઈ આ સ્થળે હાજર રંધોળાના તુષાર નવીનભાઈ પંડિતને પૂછતા તેને આ પ્રવાહી લાઈટ ડીઝલ ઓઇલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ પ્રવાહી કોઈપણ પ્રકારના સલામતીના સાધનો વગર રાખેલ હોય,તેમજ તેની પાસે જ્વલનશીલ પ્રવાહી રાખવાનો પરવાનો કે બીલ ન હોય, ઉમરાળા પોલીસે લાઈટ ડીઝલ ઓઇલ,પ્લાસ્ટિકનો ટાંકો, પિક અપ વાહન સહિત કુલ રૂ.૧,૭૧,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.