ભાવનગર, તા.31
આગામી તારીખ 2-9-22 શુક્રવારનાં રોજ શેત્રુંજી ડેમ પંપીંગ સ્ટેશન પર પંપીંગ ઝાળીની સફાઈ માટે તથા કેનાલમાં આવેલ ઘાસની સફાઈ માટે જરૂરી કામગીરી કરવાની હોય આ કારણે શેત્રુંજી પંપીંગ સવારનાં 9 થી સાંજનાં 7 સુધી બંધ રહેનાર છે. આ ઉપરાંત યોજના વિભાગ ધ્વરા કુંભાર વાડા esrના જોબ કામ કરવાનું હોય,આથી તા.2-9-22 શુક્રવારનાં રોજ પાણી વિતરણની વ્યવસ્થા નીચે મુજબ રહેશે.
(1)ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ
સમગ્ર હાદાનગર વિસ્તારનો સવારનાં 10 થી રાત્રીનાં 9 સુધી નો પાણી સપ્લાય બંધ રહેશે.
> કુંભારવાડાનાં અક્ષર પાર્ક સોસાયટીવાળા વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે
>સીદસર ગામ, ઈશ્વરનગર, સમગ્ર ફુલસર વિસ્તાર, ચિત્રા ગામ, સતનામ ચોક વિસ્તાર તથા સરિતા સોસાયટી, કુમદવાડી, દેસાઈનગર, શિક્ષક – નારેશ્વર વિસ્તાર આ તમામ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે.
ચિત્રા ફિલ્ટર પરથી સવારનાં 10 વાગ્યાં પછી અપાતા તમામ વિસ્તાર માટે પાણી સપ્લાય બંધ રહેશે.
(2) તખ્તેશ્વર ફિલ્ટર
> તખ્તેશ્વર પ્લોટ વિસ્તાર, ઉપરકોટ, શિલ્પીનગર, બારશે મહાદેવ વાડી, કાળુભા રોડ, વાઘાવાડી રોડ, ડી. એસ. પી. ઓફિસ રોડ વિસ્તાર, હરિયાળા પ્લોટ વિસ્તારનો સવારનાં 8 થી બપોરનાં 12.30 સુધીનો પાણી સપ્લાય બંધ રહેશે.
> આતાભાઈ, રૂપાણી, સરદારનગરનો બપોરનાં 12.30 થી 5.30 નો પાણી સપ્લાય બંધ રહેશે
> અનંતવાડી, દેવબાગ, બાંભણીયાની વાડી, પેડક વિસ્તારનો સાંજનાં 5.30થી 7.30 નો પાણી સપ્લાય બંધ રહેશે
> પ્રભુદાસ તળાવ ઇએસાર આધારિત પાણી સપ્લાય બંધ રહેશે આથી રૂવાપરી રોડ, ખેડૂતવાસ, પ્રભુદાસ તળાવ, શિશુ વિહાર, જમના કુંડ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે.
> ડાયમંડ esr આધારિત પાણી સપ્લાય બપોરનાં 1 બાદ બંધ રહેશે, આથી મેલડીમાં ધાર, બોરડી ગેઇટ, વણકરવાસ, દેરી રોડ, ગીતા ચોક વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે.
(3) નીલમબાગ ફિલ્ટર
યોજના વિભાગ ધ્વરા કુંભારવાડા esr માટે જોડાણ કામ કરવાંનું હોય આથી કુંભારવાડા વિસ્તારનાં નારી રોડ વિસ્તાર , માઢીયા રોડ વિસ્તાર, બાનુબેન વાડી ગઢેચી રોડ વિસ્તાર ,મિલની ચાલી વિસ્તાર મોતીતળાવ રોડ વિસ્તાર, વી. આઈ. પી.ઉદ્યોગ વસાહત, પોપટનગર, ધનાનગર, પ્રેસ રોડ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે
(4) તરસમીયા ફિલ્ટર
આ ફિલ્ટર પ્લાન્ટ પરથી અપાતા તમામ વિસ્તારનાં પાણી સપ્લાય રાબેતા મુજબ રહેશે.
(5) નારી ફિલ્ટર
આ ફિલ્ટર પ્લાન્ટ પરથી અપાતા પાણી સપ્લાય રાબેતા મુજબ રહેશે.