રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 4000 ગામડાઓમાં ફ્રી ઈન્ટરનેટ વાઈફાઈ આપવાનું આયોજન છે. ગુજરાતના ચાર હજાર ગામડે ઇન્ટરનેટની વાઈ ફાઈ સુવિધા વિનામુલ્યે ઉપલબ્ધ કરવવાનુ આયોજન ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે.
ખેડા પંથકમાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકા માટેના આશરે 63 કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ – ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતાં તેમણે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેકટને ગુજરાતમાં સફળ બનાવવા માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાન માટે ચાલુ વર્ષના બજેટમાં મોટી ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રના સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, ગુજરાતને છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જીન સરકારનો લાભ મળી રહ્યો હોવાથી રાજ્ય બમણી સ્પીડે આગળ વધી રહ્યું છે. ખેડા જિલ્લામાં 100 કરોડના વિકાસ કામ હાથ ધરવા બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.