અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ-ઓપરેશન હાથ ધરીને ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 35થી 40 જગ્યા પર દરોડા પાડીને IT વિભાગે તપાસ હાથ ધરી હતી. આ મેઘા સર્ચ-ઓપરેશનમાં કુલ 150 અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. ત્યારે હવે આ તપાસમાં વધુ 5 કરોડની જ્વેલરી મળી આવી છે. જેથી કુલ જ્વેલરીનો આંક વધીને રૂપિયા 50 કરોડને પાર થઇ ગયો છે.
આ સાથે રૂ. 800 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે કુલ 39 લોકર જપ્ત કર્યા હતા. જેમાંથી 38 લોકરની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે એક લોકરની તપાસ હજુ પણ બાકી છે.