કેન્દ્રના નાણાં મંત્રાલયે ગુજરાતની સ્થાાનક સ્વરાજ સંસ્થાઓને અનુદાન પેટે 708 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ગુજરાત સાથે અન્ય રાજ્યો માટે પણ અનુદાન મંજુર થયું છે. જોકે બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતને વધુ ગ્રાન્ટ મળી છે. ત્યારે ગુજરાતમાં ભાજપના નેતાઓ ‘ડબલ એન્જીનની સરકાર’ના કથનને બળ મળે છે.
નાણા મંત્રાલયે ગુજરાતની ગ્રામીણ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને અનુદાન પેટે 708 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. આમ તો નાણાં મંત્રાલયે દેશના 4 રાજ્યોને 4 હજાર 189 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે. તેમાં ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ માટે 2 હજાર 209 કરોડ રૂપિયા, કર્ણાટક માટે 628 કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશ માટે 569 કરોડ રૂપિયા અને ત્રિપુરા માટે 44 કરોડ રૂપિયાથી વધુ અનુદાન રાશી આપવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કામો માટે થશે.