ભાવનગરના ભંડારિયા શક્તિધામ બહુચરાજી માતાના પુરાણ પ્રસિદ્ધ સ્થાનકે નવરાત્રી ઉત્સવ શ્રદ્ધા ભાવથી ઉજવાશે. કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનો મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવા તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે અને તા.૬.૯.૨૨ને મંગળવારે મંડપ રોપણ વિધિ સંપન્ન થશે.
શાસ્ત્રોકત વિધિ અનુસાર ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે જે મુજબ જળજીલણી અગિયારસના રોજ સવારે ૧૦ કલાકે માણેકચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવશે. આ સાથે નવરાત્રી ઉત્સવ સંદર્ભે વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરાશે. મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે ગાજતે માણેકચોકમાં પહોંચી વિધિવિધાનભેર મંડપ રોપી ધ્વજા ફરકાવામાં આવશે. દરેક ભાવિકોને ઉપસ્થિત રહેવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.