wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ભાવનગરના દિપક ચોક નજીક આવેલ એક મકાનના રસોડામાં રાખેલ ગેસના બાટલામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાપલો દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના દીપક ચોક નજીક આવેલ કાળુભાઈ વેગડના મકાનમાં રસોડામાં રાખેલ ગેસના બાટલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા,આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.




