ભાવનગરના દિપક ચોક નજીક આવેલ એક મકાનના રસોડામાં રાખેલ ગેસના બાટલામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાપલો દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના દીપક ચોક નજીક આવેલ કાળુભાઈ વેગડના મકાનમાં રસોડામાં રાખેલ ગેસના બાટલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા,આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.