ટીવી ચેનલ પર ખૂબ લોકપ્રિય બની ચુકેલ અને સંગીતપ્રેમીઓની ખાસ પસંદ એવા સારેગામા શો સ્પર્ધામાં ભારે રસાકસી બાદ વિજેતા બનેલી નિલાંજના રે આજે ભાવનગરની મહેમાન છે. બંગાળીની આ સૂરીલી ગાયિકા ચેમ્પિયન બન્યા બાદ સતત વિદેશમાં શો કર્યા બાદ ભારત આવી છે અને ભારતમાં તેનો પ્રથમ શો કલાનગરી ભાવનગર ખાતે ત્રીજી સપ્ટેમ્બરના રાત્રે એટલે કે આજે શનિવારે સરદારનાગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે અષ્ટવિનાયક ઇવેન્ટ્સ- રેખા કૈતકે દ્વારા આયોજિત થયો છે. તેની સાથે પ્લેબેક સિંગર મનોરંજન ઝા, ભાવનગરની ર્ઋજિતા ભાલાણી તથા અન્ય કલાકારો પ્રસ્તુતિ કરવાના છે અને ભાવેણાના સંગીતપ્રેમીઓનો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગુજરાતી ભાષા મને ખુબ સ્વીટ લાગે છે, હું ગુજરાતી ગીત પણ ગાઈશ- નિલાંજના
ભાવનગરની મહેમાન બનેલી સૂરીલી ગાયિકા નિલાંજના રે એ પત્રકારો સાથેની વાતચીતમાં પોતે દેશમાં પ્રથમ ભાવનગરથી શો કરવા જઈ રહી છે ત્યારે આ તક આપવા બદલ ભાવનગરનો આભાર માન્યો હતો, તેને ગુજરાતી ભાષા મીઠી લાગે છે અને પોતે બંગાળી હોવા છતાં ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ કરી ભાવનગરીઓનું મનોરંજન કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.