Thursday, May 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચોટીલા હાઈવે પર ગોઝારો અકસ્માત : ૪ લોકોના મોત

સાંગાણી ગામ નજીક મોડી રાત્રિના ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત બાદ વિકરાળ આગમાં ચાર મુસાફરો થયા ભડથું : ૧૦થી વધુને ઇજા

dharmendravaghela by dharmendravaghela
2026-05-14 11:57:33
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર ૦૪ મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા અને તેઓ જીવતા સળગી ગયા હતા.


મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની પ્રાથમિક ઓળખ કરવી અશક્ય બની છે. હવે મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ડીએનએ ટેસ્ટ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત પ્રમાણે, મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી અને ગણતરીની સેકંડમાં જ બસમાં આગ ફાટી નીકળી હતી.
થોડી જ મિનિટમાં આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે મુસાફરોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. ભર નીંદરમાં સુતેલા મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ચાર મુસાફરો જીવતાં ભુજાઈ ગયા હતા. જ્યારે 10 મુસાફરોને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Tags: bus tanker accidentchotila highway
Previous Post

Что такое REST API и как он функционирует

Next Post

ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી : ૯૬ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી : ૯૬ લોકોના મોત
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી : ૯૬ લોકોના મોત

May 14, 2026
તાજા સમાચાર

સીબીઆઈએ હાથ ધરી નીટ પેપર લીકની તપાસ

May 13, 2026
તાજા સમાચાર

સીબીઆઇના નવા ડિરેક્ટરની પસંદગી માટે પીએમના નિવાસે મળી બેઠક

May 13, 2026
Next Post
ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી : ૯૬ લોકોના મોત

ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી : ૯૬ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.