Sunday, June 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

દેશમાં ખાંડનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારનો નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2026-05-14 12:00:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત સરકારે તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નિકાસ પરનો આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર અથવા આગામી આદેશ સુધી અમલમાં રહેશે. સરકારે આ પગલું દેશમાં ખાંડનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે ઉઠાવ્યું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ, આ પ્રતિબંધ કાચી(Raw), સફેદ અને શુદ્ધ (રિફાઇન્ડ) ખાંડ પર લાગુ પડશે. સરકારે નીતિમાં ફેરફાર કરીને ખાંડને ‘પ્રતિબંધિત’ (Prohibited) શ્રેણીમાં મૂકી દીધી છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ વર્તમાન ટેરિફ-રેટ ક્વોટા અને વ્યવસ્થાઓ હેઠળ યુરોપિયન યુનિયન અને અમેરિકામાં થતી ખાંડની નિકાસને લાગૂ પડશે નહીં.
એક રિપોર્ટ અનુસાર ભારતે સ્થાનિત કિંમતોને નિયંત્રિત કરવા માટે ખાંટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું આ પગલું વૈશ્વિક સફેદ અને Raw સુગરની કિંમતોને સપોર્ટ કરી શકે છે. જેનાથી બ્રાઝિલ અને થાઇલેન્ડ જેવા હરીફ ઉત્પાદકોને એશિયન અને આફ્રિકી બાયરને વધુ શિપમેન્ટ મોકલવાની તક મળશે. ભારત, બ્રાઝિલ પછી દુનિયાનો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પહેલા મિલોને 1.59 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે સતત બીજા વર્ષે ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા ઓછું રહેવાની શક્યતા છે. મુખ્ય શેરડી ઉત્પાદક વિસ્તારોમાં શેરડીના પાકમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, ‘અલ નીનો’ હવામાનની સ્થિતિ આ વર્ષના ચોમાસામાં ખલેલ પહોંચાડી શકે છે, જેના કારણે આગામી સીઝનનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતા પણ ઓછું રહેવાનું જોખમ વધી ગયું છે.
નિકાસ માટે મંજૂર કરાયેલ 1.59 મિલિયન ટન ખાંડમાંથી વેપારીઓએ આશરે 8 લાખ ટનના કરાર કર્યા હતા. જેમાંથી 6 લાખ ટનથી વધુ ખાંડ પહેલેથી જ વિદેશ મોકલી દેવામાં આવી છે. સરકારે Raw અને સફેદ ખાંડની નિકાસ પર રોક લગાવવાની વાત કરી છે. જોકે, જે શિપમેન્ટ પહેલેથી જ નિકાસની પ્રક્રિયા (પાઇપલાઇન) હેઠળ છે, તેમને કેટલીક શરતો સાથે આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે.

Tags: indiasugar export ban
Previous Post

ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી : ૯૬ લોકોના મોત

Next Post

વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરતી પરીક્ષા સિસ્ટમ બંધ કરો : મુખ્યમંત્રી વિજય

dharmendravaghela

dharmendravaghela

Related News

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

June 27, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

June 27, 2026
Next Post
વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરતી પરીક્ષા સિસ્ટમ બંધ કરો : મુખ્યમંત્રી વિજય

વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરતી પરીક્ષા સિસ્ટમ બંધ કરો : મુખ્યમંત્રી વિજય

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ' નિર્ભયા ' જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.