જૈન સમાજના પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થયા બાદ આજે ભાવનગર શહેરમાં વિવિધ વિભાગોમાં તપ કરી રહેલા તપસ્વીઓની અનુમોદનાર્થે આજે સવારે મોટા દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના એમ.જી. રોડ પર આવેલ મોટા દેરાસર ખાતે આજે સવારે જૈન સમાજના તપસ્વીઓ સહિત આગેવાનો અને ભાઇઓ-બહેનો એકઠા થયા હતા અને શણગારેલી બગીઓ, બળદ ગાડાઓમાં તપસ્વીઓને બેસાડી બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ઘોઘાગેટ ચોક, મોતીબાગ રોડ, ભીડભંજન, કાળાનાળા થઇ દાદાસાહેબ દેરાસર ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદ તેમજ જૈનમ જયતિ શાસનમ્ના નારા લગાવ્યા હતાં.