ભારતીય મઝદુર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું શ્રમિક સંગઠન છે. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની ભગીની સંસ્થા પૈકીનું શ્રમિક સંગઠન છે. ભારાતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા પ્રશ્નોને લઈને ભારતીય મઝદુર સંઘ પ્રદેશ દ્વારા તા.૯-૩-૨૦૨૨ના રોજ ભારતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા ૧૫૮ યુનિયનો અને મહાસંઘો દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન કરી ભારતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા સંગઠનોના પડતર પ્રશ્નો બાબતે પ્રશ્નો ઉકેલવા માટે આવેદન પત્ર પણ મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલ તેમજ ત્યારબાદ પણ અસંખ્યવાર ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ દ્વારા સરકારને પ્રશ્નોના ઉકેલ માટે રજુઆત કરવા માટે તેમજ છતાં વર્તમાન ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશની રજુઆતને ગંભીરતા પૂર્વક નહિ લઈ આજદિન સુધી પડતર પ્રશ્નો બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેને લઈને ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તા.૦૨/૦૯ના રોજ પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવેલ જેમાં ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશ મહામંત્રી વી. પી. પરમાર, સહદેવસિંહ જાડેજા અધ્યક્ષ, રાજબિહારી જી રાષ્ટ્રીય શ્રેત્રીય મંત્રી તેમજ હસુભાઈ દવે પૂર્વ અખિલ ભારતીય અધ્યક્ષની હાજરીમાં નક્કી થયા મુજબ વર્તમાન ભાજપા સરકાર ભારતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા શ્રમિકોના પ્રશ્નોના ઉકેલ માટે ગંભીર નહિ હોય અને પ્રશ્નો ઉકેલવા બાબતે ઈચ્છા ન ધરાવતા હોય આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય મઝદુર સંઘ વર્તમાન ભારતીય જનતા પાર્ટી સરકારની વિરૂધ્ધ માં કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીને મત નહિ આપે અને લોકોમાં પણ ભાજપાને મત નહિ આપવા માટે જાગૃતિ ઉભી કરવામાં માટે પ્રચાર પ્રસાર પણ કરશે.