ભાવનગર શહેર તથા જિલ્લા ભરની સાથોસાથ સિહોરમાં પણ વિવિધ જગ્યાઓએ ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રની સાથે સાથે હવે દેશભરમાં ઉજવાય રહ્યો છે બે વર્ષ કોરોના મહામારીના હિસાબે સરકારી ગાઈડલાઈન મુજબ મોટા મોટા પંડાલોમાં વિઘ્નહર્તાના સ્થાપનો બંધ હતા અને હવે દરેક છુટછાટો આવતા ગણપતિ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવા થનગની રહયા હતા આ વખતે ભક્તજનો માટે સિહોરમાં વિવિધ સ્થળોએ ગણપતિનું આગમન થયું છે ત્રણ દિવસથી લઈ અગિયાર દિવસના સ્થાપનો કરવામાં આવ્યા છે ત્યારે સિહોર કૃષ્ણ યુવક મંડળ તથા પ્રગટેશ્વરના ઢાળમાં બાહુબલી ગણપતિની ભવ્ય મૂર્તિ પંડાલમાં સ્થાપના કરવામાં આવી છે અહીં દરરોજ વિવિધ કાર્યક્રમો જેવાકે સત્યનારાયણ કથા, સત્સંગ, ગણપતિ અથર્વશીષ, હવન, પૂજા સહિત અનેકવિધ કાર્યક્રમો થકી સિહોર ગણેશ ભક્તિમય સિહોર બન્યું છે. વિઘ્નહર્તા દેવ ગણેશજી ને ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. હવે છેલ્લા દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સિહોર નગર સુશોભિત કરવામાં આવ્યું છે.