સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.