આનંદાલય સંસ્થા શિક્ષણ ક્ષેત્રે શુભ પરિવર્તનની દિશામાં ઉચિત પ્રયાસ કરી રહી છે. ઓનલાઇન અને ઓફલાઈન કાર્ય શિબિર દ્વારા તે પરિણામલક્ષી કાર્ય થઈ રહ્યું છે રવિવારે સમગ્ર ગુજરાતનાં તેત્રીસ જિલ્લાઓમાં એક સાથે, એક સમયે, એક જ વિષય પર કાર્યશાળાઓ યોજાઈ હતી. ત્યારે ભાવનગરમા, શિશુવિહાર ખાતે બપોરે બે થી છ આવી જ એક કાર્યશાળા યોજાઈ હતી. ભાવનગર શહેર અને જિલ્લાના ૨૫ શિક્ષકો, જાગૃત નાગરિકો અને શિક્ષણાધિકારી, શિક્ષણવિદ નલીનભાઇ પંડિત આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદભાઈ ત્રિવેદીએ આ સમગ્ર કાર્યશાળાનું સંચાલન કર્યું હતું. કાર્યશાળામા “વર્તનથી પરિવર્તન” પર ચીંતન-મનન અને વ્યક્તિગત સંકલ્પો લેવાયા.અંતમાં સહુએ દર મહિનાના પ્રથમ શનિવારે પાંચથી છ દરમિયાન આનંદાલયના માધ્યમથી મળવાનું નક્કી કર્યું. પોતાના પક્ષે વર્તનથી પરિવર્તન માટે શું કરી શકાય તેનો સંકલ્પ કર્યો હતો.