ભાવનગરમાં ગત જુલાઈ માસ દરમિયાન લેવાયેલ ધોરણ ૧૦ બોર્ડની રીપીટરની પરીક્ષામાં મોબાઇલ સાથે રાખી પરીક્ષા આપનાર વિદ્યાર્થી વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં લેવાયેલ ધોરણ ૧૦ બોર્ડની રીપીટર પરીક્ષામાં શહેરના ભરતનગરમાં આવેલ આર્યકુળ કન્યા વિદ્યાલયમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થી જીગ્નેશભાઈ સુરેશભાઈ બોરીચા ચાલુ પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનમાંથી જાેઈને અંગ્રેજી વિષયનું પેપર લખતા હોય જે પરીક્ષા ખંડમાં ગોઠવેલ સીસીટીવી કેમેરામાં પકડાઈ જતા ગાંધીનગર બોર્ડ દ્વારા પત્રથી જાણ કરવામાં આવતા આર્યકુળ કન્યા વિદ્યાલયના શિક્ષક જયેશભાઈ ભરતકુમાર ચૌહાણે વિદ્યાર્થી વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.