ભાવનગર જિલ્લાના સિહોરના વતની અને અમદાવાદ વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાને ગત મોડી રાત્રીના કોઈ અક્ળ કારણોસર તેના ફ્લેટના બારમાં માળેથી પરિવાર સાથે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર માંચી જવા પામી છે આ અંગેની જાણ તેમના પરિવારજનોને શિહોર ખાતે થતા તેઓ તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા છે. આ બનાવથી અમદાવાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોરના વતની અને અમદાવાદ પો.સ્ટે.માં ફરજ બજાવતા. કુલદિપસિહ યાદવ નામના યુવાન પરિવાર સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં ફલેટમાં રહે છે. અને ગત મોડી રાત્રીના તેમણે પત્ની તથા માસુમ બાળકીને સાથે રાખી તેના ફલે્ટના ૧૨માં માળેથી નીચે ઝંપલાવતા ત્રણેયના મોત થયા હતા આ બનાવની જાણ સિહોર ખાતે તેના પરિવારને થતા તેઓ અમદાવાદ જવા રવાના થયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે.