બ્રાઝિલના પ્રખ્યાત શહેર રિયો ડી જાનેરોમાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં ભયાનક ટક્કર થઈ છે.
બ્રાઝિલના રિયો ડી જાનેરિયો શહેરમાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આકાશમાં ઉડી
રહેલા બે હેલિકોપ્ટર કોઈ કારણોસર એકબીજા સાથે અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં બંને
હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે
બંને હેલિકોપ્ટર શહેરના પશ્ચિમી વિસ્તારમાં ક્રેશ થઈને નીચે પડ્યા હતા.
મિલિટરી ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરોમાંથી એક હેલિકોપ્ટર નીચે
આવેલી એક કાર ડીલરશિપ પર પડ્યું હતું. આ શોરૂમમાં અનેક મોંઘી ઇલેક્ટ્રિક ગાડીઓ પાર્ક કરેલી હતી.
હેલિકોપ્ટર પડતાની સાથે જ શોરૂમમાં ઉભેલી ગાડીઓમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઇટર્સે
ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ એવિએશન ઓથોરિટી દ્વારા આ અકસ્માત પાછળના
કારણોની તપાસ કરવામાં આવી રહી છે.






