Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના મિસોરી રાજ્યમાં વિમાન દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નીપજ્યા

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સ્કાઈડાઈવર્સ હોવાનું જાહેર થયું

dharmendravaghela by dharmendravaghela
2026-06-15 11:51:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના મિસોરી રાજ્યમાં રવિવારે સવારે એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો છે, જેમાં 12

લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત મિસોરીના બટલર

મેમોરિયલ એરપોર્ટ નજીક સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યે થયો હતો. અકસ્માતનો ભોગ

બનેલા તમામ લોકો સ્કાઈડાઈવર્સ હતા.
મળતી માહિતી મુજબ, આ તમામ સ્કાઈડાઈવર્સ પ્લેનમાં સવાર થઈને સ્કાઈડાઈવિંગ માટે આકાશ તરફ

જઈ રહ્યા હતા. પરંતુ ટેક-ઓફ કર્યાના થોડા જ સમયમાં પ્લેન અચાનક ક્રેશ થઈને રોડ કિનારે આવેલા

એક ખાલી મેદાનમાં ખાબક્યું હતું. જમીન સાથે અથડાતાની સાથે જ પ્લેનમાં જોરદાર ધડાકા સાથે

ભીષણ આગ લાગી ગઈ હતી, જેના કારણે પ્લેનના ટુકડે-ટુકડે થઈ ગયા હતા.
મિસોરી હાઈવે પેટ્રોલિંગ ટીમના સાર્જન્ટ જસ્ટિન ઈવિંગે આ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ક્રેશ

થયેલું વિમાન પેસિફિક એરોસ્પેસનું ‘P-750 સ્કાઈડાઈવિંગ પ્લેન’ હતું. અકસ્માતની માહિતી મળતા જ

રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ

ચૂક્યું હતું. વિમાન આખું બળીને ખાખ થઈ ગયું હતું અને એકપણ મુસાફરનો જીવ બચાવી શકાયો ન

હતો.
બેટ્સ કાઉન્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર અને એક્ટિંગ એરપોર્ટ મેનેજર ડેનિસ જેકોબ્સના

જણાવ્યા અનુસાર, ‘ઉડાન ભરતાની સાથે જ વિમાન કદાચ ડાબી બાજુ વળ્યું હશે, જેના કારણે પવનના

દબાણને લીધે વિમાનની ગતિ અને શક્તિ ઓછી થઈ ગઈ હતી. પાયલટે પ્લેનને ઈમરજન્સી લેન્ડ

કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન તેણે વિમાન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે

પ્લેન ખૂબ જ ઝડપથી નીચે પડ્યું અને જમીન સાથે અથડાતા જ તેમાં આગ લાગી ગઈ હતી’. જો કે,

હજી સત્તાવાર તપાસ થવાની બાકી છે.

સર્ચ ઓપરેશન દરમિયાન એવા કોઈ પુરાવા નથી મળ્યા કે અકસ્માત પહેલા કોઈ મુસાફરે વિમાનમાંથી

પેરાશૂટ વડે છલાંગ લગાવી હોય! અકસ્માતનો ભોગ બનેલા પ્લેનની ખાસિયતની વાત કરવામાં આવે

તો તે પેસિફિક એરોસ્પેસ 750XL છે. વર્ષ 2010માં બનેલું સિંગલ-એન્જિન ટર્બોપ્રૉપ પ્લેન 17 લોકોનું

વજન વહન કરવા માટે સક્ષમ છે. આ વિમાનનો ઉપયોગ ખાસ કરીને સ્કાઈડાઈવિંગ, કાર્ગો પરિવહન,

એરિયલ સર્વે અને મેડિકલ ઈવેક્યુએશન માટે થાય છે.

 

Tags: misoryplane crashUSA
Previous Post

બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાતા છ લોકોના બનાવ સ્થળે મોત

Next Post

શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો
તાજા સમાચાર

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો

June 15, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ

June 15, 2026
બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાતા છ લોકોના બનાવ સ્થળે મોત
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાતા છ લોકોના બનાવ સ્થળે મોત

June 15, 2026
Next Post
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000

શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો

ઈરાન - અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.